Tuesday, 13 August 2019

સુવિચારોની સુગંધ

સુવિચારો

[‘સુપ્રભાતમ’ પુસ્તકમાંથી સાભાર.]

[1] કાયાને વજ્રથી પણ મજબૂત બનાવો પરંતુ હૃદયને તો પુષ્પથી પણ કોમળ બનાવો. – રવિશંકર મહારાજ.

[2] કાર્ય કરવાથી હંમેશ આનંદ કદાચ ન પણ મળે, પરંતુ કાર્ય ન કરવાથી તો કદાપિ આનંદ મળતો જ નથી. – ડિઝરાયેલી.

[3] ભયથી વ્યાપ્ત આ સંસારમાં તે જ વ્યક્તિ નિર્ભય રહી શકે જે બધા પર ક્ષમા અને દયાભાવ રાખે છે. – બુદ્ધ.

[4] જીવનમાં શાંત રહો, સત્ય પર ચાલો, દઢ રહો, મનમાંથી હિંમતપૂર્વક ડરને મારી હટાવો. મન જ રાજા છે. – સ્વામી રામતીર્થ

[5] જે પોતાના અંતઃકરણને નથી જોતો તે અંધ છે. જે સત્યના માર્ગ પર નથી ચાલતો તે પાંગળો છે. – પી. એન્થની.

[6] જેમ શરીર માટે સારું સ્વાસ્થ્ય જરૂરી છે તેમ આત્મા માટે સારું અંતઃકરણ જરૂરી છે. – એડિસન

[7] ઉંમર, સમય, અનુભવ અને વાંચન સાથે જો તમારું જ્ઞાન ન વધે તો તમે ત્યાંના ત્યાં જ છો, ઘાંચીના બેલ. – જેક્સન બ્રાઉન.

[8] પ્રગતિ વિના સંસ્કૃતિ નહીં, વિચારો વિના પ્રગતિ નહીં, પુસ્તકો વિના વિચારો નહીં, પુસ્તક મારફતે જ માણસ બીજાના કોઈપણ અનુભવને પોતાનો કરી શકે છે, પોતાની પસંદગીના યુગમાં જીવી શકે છે. એક જિંદગીમાં અનેક અવતારો જીવી શકે છે. – નોર્મન કઝીન્સ.

[9] કરોડોની સંપત્તિ એકઠી કર્યા પછી પણ, પરલોકમાં આપણે સાથે કોડી પણ લઈ જઈ શકવાના નથી. તો સંપત્તિનો સદઉપયોગ અનેક આત્માઓને સુખ-શાંતિ આપવામાં શા માટે ન કરવો ? – રત્નસુંદર વિજયજી.

[10] જેમ ઘરબાર વિનાનો પ્રવાસી કોઈ વિરામના સ્થળે થોડીવાર આરામ કરી ચાલવા લાગે તેમ આપણે પણ આ ઘર, પરિવાર, આયુષ્ય એક નાનું વિરામસ્થાન જ છે. – એસ. ભટાચાર્ય

[11] જેમ વૃક્ષને, ઋતુ અને સમય પ્રમાણે જ ફળ બેસે છે તેમ આપણાં કર્મો, જન્મોજન્મના સમય થાય ત્યારે જ પાકે છે. – સંત તુલસીદાસ

[12] કેટલીક દુર્બળતાઓ જિજીવિષાને કારણે જન્મે છે તો કેટલીક ઉપરછલ્લા અભ્યાસને કારણે. સાહસના અભાવથી જ ઘણી બધી પ્રતિભાઓ વિશ્વમાંથી ખોવાઈ જાય છે. – સિડની સ્મિથ

[13] જે ગર્વથી કહેતું હોય કે જાતે કદી ભૂલ જ નથી કરી, તો નક્કી સમજવું કે એમણે જાતે કદી કોઈ કામ જ કર્યું નથી. – થોમસ હકસલી

[14] શ્રદ્ધા અને શંકા બન્ને એક સ્થાનમાં રહી શકે નહિ. શંકાનો જન્મ હૃદયની અસ્થિરતામાંથી થાય છે, જ્યારે શ્રદ્ધાનો જન્મ અટલ આત્મવિશ્વાસ અને પ્રેમમાંથી થાય છે. – જેમ્સ એલન

[15] જે મિત્રને વિનયથી, ભાઈઓને સન્માનથી, સ્ત્રીને માનથી, સેવકોને દાનથી અને લોક વહેવારમાં ચતુરાઈથી વર્તી શકે છે તે વ્યક્તિ શાણો છે. – હિતોપદેશ

[16] આપણી જિંદગીમાં જો જવાબદારીઓ અને જોખમો ન હોય તો જિંદગી કદી પણ જીવવા યોગ્ય ન હોત ! – ગાંધીજી

[17] જેમ વૃક્ષ પોતાની ઉપર પડતા તાપને પોતાની ભીતર ખેંચીને દઢ, મજબૂત અને સમૃદ્ધ બને છે તેમ દુઃખો સ્વીકારી, સમજીને સહન કરવાથી વ્યક્તિ પણ તાકાતવર થાય છે. – ટાગોર

[18] જે લોકો પોતાના દોષને કારણે જ જીવનમાં સફળ થઈ શકતા નથી તે બીજાના દોષ જોવામાં સમય બગાડે છે. – હેઝલિટ

[19] સમાજનો, ધર્મનો કે સંસ્કૃતિનો જીર્ણોદ્ધાર કરવા કરતાં હૃદયનો જીર્ણોદ્ધાર કરશો તો બાકીનું બધું આપોઆપ થઈ જશે. – કાકા કાલેલકર

[20] જિંદગીભર તમે પ્રતિષ્ઠા માટે ઝઝૂમ્યા હો છતાં પણ સાચી અને કાયમી પ્રતિષ્ઠા તો તમને મૃત્યુ પછી જ મળે છે. – જોસેફ અડિશન

[21] શરીર એ આત્માની સિતાર છે. હવે એ તમારા હાથમાં છે કે તેમાંથી કેવા સૂર તમારે કાઢવા છે. – ખલિલ જિબ્રાન.

[22] વગર લેવે-દેવે કંઈ સૂચન કરવું કે સુધારવા મંડી પડવું એ પણ એક અહંકારની પેદાશ છે. – શ્રી મોટા.

[23] થોડું-ઘણું ગાંડપણ તો આપણા બધામાં જ હોય છે પણ પોતાના ગાંડપણનું જે વિશ્લેષણ કરી શકે તેને ફિલોસોફર, તત્વચિંતક કહેવામાં આવે છે. – સ્વેટ માર્ડન

[24] મહાન બની મહાનતાના અહંકારમાં એકાકી જીવન જીવવા કરતાં માનવ બની નમ્રતાપૂર્વક માનવીના દુઃખ દૂર કરનારી સેવામાં જ મને માનવજીવનની સાર્થકતા જણાય છે. – ટોલ્સ્ટોય

[25] ઘર કેવી રીતે બાંધવું એ આપણે સૌ જાણીએ છીએ પરંતુ એમાં સુખેથી કેમ રહેવું એ ભાગ્યે જ કોઈ જાણે છે. – જે. કૃષ્ણમૂર્તિ

:~> મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી.

:~> મારુ જીવન એજ મારો સંદેશ છે.

:~> બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.

:~> શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.

:~> વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.

:~> કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.

:~> નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.

:~> શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.

:~> શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.

:~> શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.

:~> કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.

:~> શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે, લગની છે.

:~> બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.

:~> બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.

:~> સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.

:~> હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.

:~> શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.

:~> તમે ન બોલો તમારા કામને બોલવા દો.

:~> જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.

:~> ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.

:~> પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.

:~> બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.

:~> બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.

:~> દરેક બાળક એક કલાકાર છે.

:~> વિચાર કરતાં જ્ઞાન સારુ.

:~> બધુ જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી,

:~> વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.

:~> તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.

:~> તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.

:~> જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.

:~> મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ,

:~> જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.

:~> ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.

:~> વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.

:~> ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.

:~> સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.

:~> બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.

:~> આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.

:~> એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.

:~> આજની મહેનત આવતી કાલનું પરીણામ.

:~> દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.

:~> સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન, તે સુવાસ વિનાના ફૂલ જેવું છે.

:~> નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.

:~> સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.

:~> સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.

:~> આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે.

:~> વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.

:~> દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.

:~> નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.

:~> સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.

:~> એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.

:~> કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.

:~> અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.

:~> પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.

:~> ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.

:~> જીવન સંઘર્ષનું બીજું નામ છે.

:~> જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ.

:~> જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે.

:~> જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.

:~> વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.

:~> જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.

:~> પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.

:~> માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.

:~> જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.

:~> એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.

:~> સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.

:~> બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.

:~> ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.

:~> સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.

:~> વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.

:~> જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.

:~> સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.

:~> ઇર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.

:~> નિરાશ થવું એટલે નાસ્તિક થવું.

:~> ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.

:~> સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.

:~> બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.

:~> કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.

:~> જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.

:~> મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.

:~> દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.

:~> એક આંગણું આપો, આખું આભ નહિ માગું.

:~> અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.

:~> મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.

:~> સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે, ગુલામી તેની શરમ છે.

:~> પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.

:~> આજના વિચારો આવતી કાલે બોલો.

 

:~> સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.

:~> સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.

:~> હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.

 

:~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.

:~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.

:~> બાળકો પ્રભુના પયગંબરો છે.

:~> બાળકો રાષ્ટ્રનું સુકાન છે.

:~> શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.

:~> ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.

 

:~> જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.

:~> ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.

:~> સમય કિમતી છે, પણ સત્ય તો એથી વધુ કિમતી છે.

:~> જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.

:~> લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.

 

મહાપુરૂષોના વિચારો 


         Ø દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો

Ø  આપણી ઈન્દ્રિયો જ આપણી શત્રુ છે પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બની જાય છે. – ભગવાન શંકરાચાર્ય

 

Ø  ઈશ્વર એટલે એવું વર્તુળ જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે પણ જેનો પરિઘ ક્યાંય હોતો નથી. – સેંટ ઑગસ્ટાઈન

Ø  વિરાટ આકાશમાં સહેજ આંખ ઊંચી કરીને દર્શન કરનાર વ્યક્તિ જો તેનું દર્શન સાક્ષાત્કાર સાથેનું હોય તો, ક્યારેય અભિમાની બની શકતો નથી. - કાકા કાલેલકર

Ø  માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે. હિમાલયના શિખર પર નહિ. – ગાંધીજી

Ø  મહાન મનુષ્યને બે હૃદય હોય છે : એકમાંથી રક્તધારા વહે છે અને બીજામાંથી સ્નેહધારા ! – ખલિલ જિબ્રાન

Ø  નફરતને નફરતથી નથી મીટાવી શકાતી. એને ફકત પ્રેમથી ખતમ કરી શકાય છે. આજ શાશ્વત નિયમ છે. – ગૌતમ બુદ્ધ

Ø  આપણું ધાર્યું થાય તો હરિ કૃપા અને જો આપણું ધાર્યું હોય એમ ન થાય તો હરિ ઈચ્છા. – પૂ. મોરારિબાપુ

Ø  પતિને ખુશ રાખવા પત્નીએ પતિને બરાબર સમજવો અને થોડો પ્રેમ કરવો. પત્નીને પતિએ ખુશ રાખવા બહુ બધો પ્રેમ કરવો પરંતુ એને સમજવાની બિલકુલ કોશિશ ન કરવી – ગુલનાર બમ્મનજી

Ø  ‘મારા બાપા ખરું કહેતા હતા’ એવું માણસને જ્ઞાન થાય છે ત્યાં સુધીમાં તો એનો દીકરો એવું વિચારતો થઈ ગયો હોય છે કે ‘મારા બાપા ખોટા છે.’ – ચાર્લ્સ વર્ડઝવર્થ

Ø  જે બોલે છે એ જાણતો નથી અને જે જાણે છે એ બોલતો નથી. – રામદાસજી

Ø  સાચો અને જ્ઞાની માણસ દુ:ખ આવે ત્યારે એ કોઈનો વાંક નથી કાઢતો, બલકે, એ દુ:ખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે. – સ્વામી વિવેકાનંદ

Ø  સેવા કરવા માટે પૈસાની જરૂર નથી. જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની – વિનોબા ભાવે

Ø  દરેક કામ હિંમત અને શાંતિથી કરો. એ જ સફળતાનું સાધન છે. –સ્વામી રામતીર્થ

Ø  નમ્રતા એ સહુથી શ્રેષ્ઠ ગુણ છે. નમ્રતા બધું જ કરી શકે. એની અસર તાત્કાલિક બીજાઓ પર પડે છે. – રોબર્ટ કટલર

Ø  જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે. – જલારામ બાપા

Ø  સારા માણસો મજાકમાં જે બોલે છે, તે પથ્થરમાં લખેલા અક્ષર સમાન છે, પણ ખરાબ માણસ સોગંધ ખાઈને જે બોલે છે તે પાણીમાં લખેલા અક્ષર સમાન છે. – હિતોપદેશ

Ø  જે અન્યાય કરે છે તેને તું ક્ષમા આપ, જે તને પોતાનાથી વિખૂટા કરે છે તેની સાથે પ્રેમ કર અને જે તારા પ્રત્યે બૂરાઈ કરે છે તેના પ્રત્યે તું ભલાઈ કર. – મહમ્મદ પયગમ્બર

Ø  જેટલાં પુસ્તકો છપાય છે તેમાંના અડધા વેચાતાં નથી. વેચાયેલાંમાંથી અડધા વંચાતા નથી. વંચાયેલામાંથી અડધા સમજાતાં નથી. અને સમજાય છે તેમાંથી અડધા ખોટાં સમજાય છે. – જી.ઓ.પેયીની.

Ø  પૈસા કમાવવા માટે બુદ્ધિની જરૂર પડતી હશે, પણ એના સદુપયોગ માટે તો સંસ્કાર જ જોઈએ. – અજ્ઞાત

Ø  વિદ્યા એક વીંટી છે અને વિનય એક નંગ છે એ વિદ્યાની વીંટી વિનયરૂપી નંગથી શોભે છે. – ઈશ્વરભાઈ બ્રહ્મભટ્ટ

Ø  સાચું બોલનારને જૂઠની ખબર ન હોય એવું બની શકે છે, પણ જૂઠું બોલનારને 100 ટકા સત્યની ખબર હોવી જોઈએ. – ચંદ્રકાન્ત બક્ષી

Ø  એક જણ થાક્યા વિના સો વર્ષ સુધી દર મહિને યજ્ઞ કરે અને બીજો કદાપી ક્રોધ ન કરે. આ બેમાંથી અક્રોધી ચડિયાતો ગણાય. – મદનમોહન માલવીઆ.

Ø  જે અવારનવાર મૌન પાળે છે તેના જીવનમાં કલેશ ને સ્થાન નથી – ધમ્મપદ

Ø  લગ્ન સુખી થવા માટે નહીં પણ એકબીજાને વધુ સુખી કરવા માટે તમો પરણ્યાં છો – રવિશંકર મહારાજ

Ø  સૌને પોતાની પ્રગતિમાં રસ છે. બીજાની પ્રગતિમાં તમે જેટલો ફાળો આપશો, એટલી તમારી પ્રગતિ વધશે અને ઓછામાં ઓછો વિરોધ થશે. – જેને ર્ફાવલર

Ø  સંસારને જાણવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે તમારી જાત ને જાણી લો – સ્વામી રામતીર્થ

Ø  દીવા ની પાસે એકલાં બેઠાં હોઈએ અને સાથે હાથમાં પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકેય નથી. – વિદ્રાન યોશીદા

Ø  માનવીનું અસ્તિત્વ એ કોઈ વાદના વિજય કરતાં વધારે અગત્યની વાત છે. – રસેલ

Ø  સંગીતની સમજણ અને સંગીત માણવું તે સાત પેઢીનાં પુણ્ય થાય ત્યારે આવે છે. – સામવેદ

Ø  જ્યારે ગુજરાતી ઘરમાં રહેતા કોઈ વૃદ્ધનું મૃત્યુ થાય છે ત્યારે ગુજરાતી સાહિત્ય એનો એક વાચક ગુમાવે છે

Ø  યુવાનોમાં ગુજરાતી સાહિત્યનું વાંચન વધે એ જરૂરી છે. – સંજય છેલ

Ø  તમે ક્યાં જાઓ છો એ જાણવાની જરૂર નથી. તમે શા માટે જાઓ છો એ પણ જાણવાની જરૂર નથી. તમે આનંદથી નીકળી પડો એ જ મહત્વનું છે. – ઓશો

Ø  જીવનધોરણ ઊંચું લાવવા બધા મથે છે. ચિંતનનું ધોરણ ઊંચું લાવવા શું? – વિનોબા ભાવે

Ø  તમે એકલા પડો અને ‘એકલતા’ લાગે તો તેનું નામ આસક્તિ અને તમે એકલા પડો અને ‘એકતા’ લાગે તો તેનું નામ વિરક્તિ. – હીરાભાઈ ઠક્કર

Ø  ગટરમાં તો આપણે સૌ કોઈ ઊભા છીએ પણ આપણામાંથી કેટલાકની નજર આકાશના તારાંઓ ભણી હોય છે. – ઓસ્કાર વાઈલ્ડ

Ø  પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ – પ્રમુખસ્વામી મહારાજ

 

:~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ

:~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ

:~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ

:~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર

:~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર

:~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ

:~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ

:~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ

:~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન

:~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ

:~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ

:~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન

:~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ

:~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન

:~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ

:~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક

:~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ

:~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ

:~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ

:~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન

:~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ

:~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ

:~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે

:~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ

:~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર

:~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર

:~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ

:~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર

:~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર

:~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ

:~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ

:~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક

:~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર

:~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં.

:~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ

:~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક

:~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ

:~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

No comments:

Post a Comment

Featured post

બુનિયાદી શિક્ષણ એટલે શું ?

ઈ. સ. ૧૯૯૬માં જેક્સ ડેલોર્સના અધ્યક્ષપદે રચાયેલા આંતરરાષ્ટ્રીય પંચના ‘૨૧મી સદી માટેના શિક્ષણ’ના અહેવાલમાં ગાંધીની નઈ તાલીમનું પ્રતિબિંબ પડે ...