Tuesday, 13 August 2019

વાત તમારી ને મારી વચ્ચે

         ઘણા સમયથી લખવાની ઈચ્છા હતી તે આજે પુરી થઈ છે. લખવા માટે કોઈ માધ્યમ જોઈએ. અને એમાં જો પોતાનો બ્લોગ બનાવીને લખવાનું હોય તો વિચારો છેક સુધી પહોંચે છે એટલે સૌથી શ્રેષ્ઠ માધ્યમ બની રહે છે.
       લખવા માટે વિષયો પણ અનેક છે અને જ્ઞાન પણ બહુ બધું ફેલાયેલું  જ છે દુનિયામાં. પણ જ્યારે કોઈ સાચો વિષય પસંદ કરવાનો હોય તો મારા મતે શિક્ષણ જેવો કોઈ વિષય નથી. બાળકના જન્મથી જ એની કેળવણી નો પ્રારંભ થાય છે ત્યારે આ કેળવણી ને ધ્યાનમાં રાખીને કાંઈક ઉપયોગી કાર્ય થાય કે કાંઈક ઉપયોગી જ્ઞાન બધાને પ્રાપ્ત થાય એવી ગણતરી પૂર્વક આ બ્લોગ શરૂ કરવા જઈ રહ્યો છું.
       હું પોતે લેખક કે કેળવણીકાર નથી કે હું એમ પણ નથી વિચારતો કે મારા વિચારો જ સર્વોપરી છે. પણ મારા વિચારો આપ સૌ સુધી પહોંચે બસ એજ હેતુ રહેલો છે. આપના વિચારો અને લેખો પણ આવકાર્ય છે.
         સૌથી વિશેષ તો એ છે કે આજે આશ્રમશાળાના શિક્ષણ કાર્ય માં જોડાયેલો છું ત્યારે એ શાળાના જે મુખ્ય હેતુ છે,જેવા કે સત્ય,સ્વાશ્રય, પરિશ્રમ,પરોપકાર,કુદરતનું સાનિધ્ય,સેવા,સંસ્કાર જેવા ગુણો ક્યાંક ને ક્યાંક સચવાય અને સાર્થક થાય તેવા લેખ આપવાનો હેતુ પણ આ માધ્યમથી રહેલો છે.
        અંતે નિરક્ષીર વિવેક જાળવવાનું અને સત્ય કહેવાનું કાર્ય આપ સૌની ઉપર છોડું છુ.

No comments:

Post a Comment

Featured post

બુનિયાદી શિક્ષણ એટલે શું ?

ઈ. સ. ૧૯૯૬માં જેક્સ ડેલોર્સના અધ્યક્ષપદે રચાયેલા આંતરરાષ્ટ્રીય પંચના ‘૨૧મી સદી માટેના શિક્ષણ’ના અહેવાલમાં ગાંધીની નઈ તાલીમનું પ્રતિબિંબ પડે ...