વાંચન પર્વ વિશેની માહિતી અને પરિપત્ર. વાંચનપર્વ ક્યાં ધોરણમાં કરવાનું છે. કેટલો સમય લેવાનો છે જેવી સઘળી માહિતી.
જ્ઞાન પથ સર્વોદય આશ્રમશાળા દલપુરા માં આપનું સ્વાગત છે.
અહીં તમને મળશે તમારા રસ અને રુચિ પ્રમાણે દરેક ઉત્તમ લેખો,વાર્તાઓ,સુવિચાર,શિક્ષણ અને જ્ઞાન ની ઉત્તમ વાતો.
Friday, 31 December 2021
Thursday, 30 December 2021
Sunday, 18 August 2019
સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઈન ટેસ્ટ
અહીં જે લિંક આપવામાં આવેલી છે તે માનનીય શ્રી હરિ પટેલ સાહેબ ના બ્લોગની છે જેની પર ઓનલાઇન ટેસ્ટ આપવામાં આવેલા છે. જેના દ્વારા તમે તમારું જ્ઞાન ચકાસી શકો છો અને સ્પર્ધાત્મક પરીક્ષાની સારી તૈયારી કરી શકો છો. તમે પણ અન્ય વ્યક્તિને શેર જરૂર કરજો. નીચે હરિ પટેલ લખેલ લિંક પાર ક્લિક કરો.
આજની વાર્તા : સામસામી ખેંચાણી ને મારી આંખ મીંચાણી.
સામસામી ખેંચાણી ને
મારી આંખ મીંચાણી
એક હતો વાણિયો. વીરચંદ એનું નામ.
ગામડામાં રહે. હાટડી માંડે ને રળી ખાય. ગામમાં કાઠી અને કોળીઓને વઢવાડ; બાપદાદાનું વેર.
એક દિવસ કાઠી કથળ્યા અને કોળી ઉમટ્યા. સામસામી તલવારો ખેંચી બજાર વચ્ચે ઊતરી પડ્યા. કાઠીએ જમૈયો કાઢી કોળી પર ઘા કર્યો. કોળી ખસી ગયો ને કાઠી પર કૂદ્યો; એક ઘાએ કાઠીનું ડોકું હેઠું પડ્યું ને તલવાર લોહીલોહાણ.
વાણિયો તો મારામારી જોઈ હબકી ગયો. હાટડી બંધ કરીને અંદર પેઠો. અંદરથી બધું જોતો હતો ને ધ્રૂજતો હતો. ખૂન થયું, કાઠીનું ખૂન થયું; દોડો રો દોડો! એવી બૂમ પડી. આમથી તેમથી સિપાઈસપરાં દોડી આવ્યાં; ગામધણી ને મુખી પણ આવ્યા. બધા કહે - આ તો રઘા કોળીનો ઘા. બીજા કોઈની હામ નહિ! પણ કોરટ-કચેરીનું કામ એટલે શાહેદી વિના કેમ ચાલે?
કોઈ કહે - આ વીરચંદ શેઠ હાટડીમાં હતા. એ આપણા સાક્ષી. ભાળ્યું ન ભાળ્યું એ જાણે. હાટડીમાં તો હતા ને?
વાણિયાને તો પકડી મંગાવ્યો ને કર્યો હાજર ફોજદાર પાસે. ફોજદારે પૂછ્યું - બોલ વાણિયા! તું શું જાણે છે?
વાણિયો કહે - બાપજી! મને તો કશી વાતની ખબર નથી. હું તો હાટડીમાં બેસી નામું લખતો હતો.
ફોજદાર કહે - બસ, તારે જુબાની આપવી જ પડશે. કહેવું પડશે કે બધું મેં નજરોનજર ભાળ્યુ છે.
વાણિયો મૂંઝાણો. ડોકું હલાવી ઘેર ગયો. રાત પડી પણ ઊંઘ આવે નહિ. આમ કહીશ તો કોળી સાથે વેર થશે ને આમ કહીશ તો કાઠી વાંસે પડશે. છેવટે વાણિયે મનમાંને મનમાં કૈંક વિચાર કરી રાખ્યો.
બીજે દિવસે કેસ ચાલ્યો. ન્યાયાધિશ કહે - વાણિયા! બોલ. ખોટું બોલે એને પરભુ પૂછે. બોલ જોઈએ. ખૂન કેમ થયું ને કોણે કર્યું?
વાણિયો કહે - સાહેબ!
અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા.
- પછી?
- પછી ઈનું ઈ.
- પણ ઈનું ઈ શું?
- સાહેબ!
અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા.
- પણ પછી?
- પછી?
પછી તો સામસામી ખેંચાણી ને
મારી આંખ મીંચાણી.
એમ કહીને વાણિયો તો કોરટ વચ્ચે જ ફસકાઈને પડી ગયો ને બોલ્યો - અરે સાહેબ! અમે વાણિયા. લોહીનો ત્રસકો ય જોઈ ન શકીએ. ઈ સામસામી ખેંચાણી અને મને તમ્મર તે એવી આવી ગઈ કે પછી સિપાઈસપરા ભેળા થયા ત્યારે જ શુદ્ધિ આવી.
ન્યાયાધિશ કહે - ઠીક; હવે ફરી વાર તારી જુબાની બોલી જા જોઈએ?
વાણિયો કહે -
અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા
સામસામી ખેંચાણી ને
મારી આંખ મીંચાણી.
ન્યાયાધિશે આખરે વાણિયાને રજા આપી ને કાઠીને કોણે માર્યો તે સમજાયું નહિ એટલે કેસ આખો ઊડી ગયો.
Saturday, 17 August 2019
ઓશો રજનીશ ના અનમોલ વિચારો 1
રજનીશ ઓશોના ૨૧ જીવન ઉપયોગી વિચારો જે તમારી જીવનશૈલી બદલી શકે છે
૧.લોકો કહે છે - કુદતા પહેલા બે વાર વિચાર કરો
ઓશો કહે છે - પહેલા કૂદો પછી જેટલું વિચારવું હોય તેટલું વિચારો
#૨. જેની પાસે ઓછું જ્ઞાન હોય છે તે તેના જ્ઞાન પ્રત્યે એટલો જ ઝનૂની હોય છે
#૩. અંધારુ પ્રકાશની ગેરહાજરી છે
અહંકાર જાગૃતિની ગેરહાજરી છે
#૪. કોઈની પણ જોડે સ્પર્ધા કરવાની જરુર નથી
તમે જેવા છો સારા છો
પોતાની જાતને સ્વીકારો
#૫. દુનિયા અપૂર્ણ છે એટલે જ આગળ વધી રહી છે
જો દુનિયા પૂર્ણ થઈ જાય તે ક્યારનીય ખતમ થઈ ગઈ હોત
#૬. માત્ર અપૂર્ણતાનો જ વિકાસ થાય છે
#૭. કોઈ વિચાર નહીં, કોઈ વાત નહીં, કોઈ વિકલ્પ નહીં
શાંત રહો અને પોતાનાની સાથે જોડાવ
#૮. મૃત્યુ પછી જીવન છે એ પ્રશ્ર્ન મહત્ત્વનો નથી પણ મહત્ત્વનું એ છે કે તમે મૃત્યુ પહેલા જીવિત છો ?
#૯. જો તમારે કંઈક ખરાબ કરવું હોય તો જ શક્તિની જરુર પડે બાકી પ્રેમ, કરુણા પૂરતા છે
#૧૦. તમે જે મહેસૂસ કરો છો, તમે તે બની જાવ છો, આ તમારી જ જવાબદારી છે.
#૧૧. ડર લાગે તો તલાશ કરો. બધા જ ડર મૃત્યુના છે. મૃત્યુ એકમાત્ર ભયસ્ત્રોત છે.
#૧૨. તમે કેવા છો ? તે તમે બીજાને આધારે નક્કી કર્યંુ છે. આ બીજા ખૂદ જાણતા નથી કે પોતે કોણ છે.
#૧૩. એક ભીડ, એક રાષ્ટ્ર, એક ધર્મ એક જાતિના નહીં
સમગ્ર અસ્તિત્ત્વનો ભોગ બનો
#૧૪. દર્દથી બચવા આપણે સુખથી અને મૃત્યુથી બચવા આપણે જીવનથી દૂર રહીએ છીએ
#૧૫. ભૂલ થાય એટલી કરો પણ એકની એક ભૂલ બીજીવાર ન કરો, તમે પ્રગતિના પંથે હશો.
#૧૬. એક વ્યક્તિ જે ૧૦૦ ટકા સમજદાર છે, હકીકતમાં તે મૃત્યુ પામ્યો છે.
#૧૭. વિશ્ર્વાસ અને ધારણાં વચ્ચે અંતર છે
વિશ્ર્વાસ ખાનગી છે, ધારણા સામાજિક
#૧૮. તણાવનો અર્થ એ છે કે તમે જે બનવા માંગો છો તે તમે નથી
#૧૯. ભીડ ભ્રમ પેદા કરે છે
#૨૦. તમે દુનિયામાં રહો પણ દુનિયા તમારે અંદર ન રહેવી જોઈએ
#૨૧. જ્યાથી ડર દૂર થાય છે ત્યાંથી જીવન શરુ થાય છે
Friday, 16 August 2019
ધર્મ કથાઓ : પુસ્તક વાંચો
એક બહુજ ઉપયોગી પુસ્તક ધર્મ કથાઓ વાંચો અને અન્યને પણ વાંચવા માટે પ્રેરણા આપે એવું સુંદર મજાનું પુસ્તક વાંચવા નીચેની ધર્મ કથા લિંક પર ક્લિક કરો.
આજની બાળ વાર્તા: નકલ કામ બગાડે, અક્કલ કામ સુધારે
નકલ કામ બગાડે, અક્કલ કામ સુધારે
ઘણાં વરસો પહેલાંની વાત છે. એક ફેરિયો ટોપીનો વેપાર કરતો હતો. તે ગામે ગામ ફરી લોકોને કહેતો ‘રંગબેરંગી ટોપી લઈ લો - લઈ લો.’ એની રંગીન ટોપી લોકોને ગમતી હતી. લોકો તે ખરીદી લેતા હતા ને પહેરી ખુશ થતા હતા
એક દિવસ ટોપીનું પોટલું લઈ ખૂબ ચાલી તે થાકી ગયો હતો. રસ્તામાં એક મોટું ઝાડ આવ્યું. તેને થયું કે લાવ બે ઘડી આરામ કરું. ઝાડની છાયામાં તે પગ લંબાવી સૂતો. ઝાડ નીચે સરસ ઠંડો પવન આવતો હતો. થોડીવારમાં તો તે ઘસઘસાટ ઊંઘી ગયો.
એ ઝાડ ઉપર વાંદરા બેઠા હતા. વાંદરાંઓએ રંગબેરંગી ટોપીનું પોટલું જોયું ને નીચે ઊતરી આવ્યાં. એક અટકચાળા વાંદરાને તોફાન સૂઝ્યું. તેણે ટોપીઓનું પોટલું છોડી નાંખ્યું અને એક ટોપી કાઢી પહેરી લીધી. એનું જોઈને બાકીના બધાં વાંદરાંઓએ પણ ટોપીઓ લઈને પહેરી લીધી. કોઈએ એક રંગની ટોપી પહેરી તો બીજાએ બીજા રંગની ટોપી માથે ચડાવી.
થોડીવારે ફેરિયો જાગ્યો. એણે જોયું તો પોટલું ખાલી ને ટોપીઓ ગુમ. આજુબાજુ બધે જોયું તો ક્યાંય ટોપીઓ ન દેખાય. પછી ઉપર નજર કરી તો દેખાયું કે ઝાડ ઉપર ઘણાં બધાં વાંદરાંઓ ટોપી પહેરી કૂદાકૂદ કરતાં હતાં.
થોડો વખત તો તે વિચારમાં પડી ગયો કે હવે કરવું શું? વિચાર કરતા કરતા ફેરિયાને એક યુક્તિ જડી ગઈ. તે જાણતો હતો કે વાંદરાં નકલખોર હોય છે. તેણે પોતે પહેરેલી ટોપી પોતાના માથેથી ઉતારી હાથમાં લીધી અને વાંદરાઓની તરફ જોરથી દૂર ફેંકી. વાંદરાંઓએ આ જોયું અને તેઓએ પણ ફેરિયાની નકલ કરી. ફેરિયાની જેમ જ દરેક વાંદરાએ પોતાના માથેથી ટોપી ઉતારી ફેરિયા તરફ ફેંકી.
બધી ટોપીઓ ટપોટપ નીચે આવી ગઈ. ફેરિયાએ બધી ટોપી વીણી લીધી અને તે પોટલામાં બાંધી ત્યાંથી ઝટપટ રવાના થઈ ગયો.
નકલ કામ બગાડે પણ અક્કલ કામ સુધારે તે આનું નામ!
Featured post
બુનિયાદી શિક્ષણ એટલે શું ?
ઈ. સ. ૧૯૯૬માં જેક્સ ડેલોર્સના અધ્યક્ષપદે રચાયેલા આંતરરાષ્ટ્રીય પંચના ‘૨૧મી સદી માટેના શિક્ષણ’ના અહેવાલમાં ગાંધીની નઈ તાલીમનું પ્રતિબિંબ પડે ...
-
વાંચન પર્વ વિશેની માહિતી અને પરિપત્ર. વાંચનપર્વ ક્યાં ધોરણમાં કરવાનું છે. કેટલો સમય લેવાનો છે જેવી સઘળી માહિતી. વાંચનપર્વ પરિપત્ર વાંચનપર્...
-
અહીં નીચેની લિંક પાર ક્લીક કરી મેળવો ગુજરાત અને ભારતની મહત્વની બહુહેતુક યોજનાઓ. પરીક્ષાની અંદર વારંવાર પૂછાતી માહિતી એક ક્લિક માં મેળવો. ...
-
કાવ્ય સંગ્રહ :: ટક્કો છે કે તબલું? પુસ્તકનું નામ:ટક્કો છે કે તબલું ? કવિ:જિગર જોષી’પ્રેમ’ પ્રથમ આવૃતિ:સપ્ટટેમ્બર-૨૦૧૧ પ્રકાશક:જીવન કલા...